शनिवार, 23 अप्रैल 2016

The Secret..........પ્રશ્ન છે....

રહોન્ડા બ્રાહીન ની "The Secret "ખુબ જ વંચાયેલી અને વેચાયેલી પુસ્તક છે.
આ પુસ્તક માં જુદા જુદા સફળ વ્યક્તિઓ એ પાતાના સફળતા પાછળ ના અનુભવો તેમાં દર્શાવ્યા છે.
આપ પરિચિત હશો જ.....

તેમનાં કહેવા પ્રમાણે દરેક ઘટના બે વાર બને છે... એક વારઆંતરિક  બીજી વાર બાહ્ય....

કેટલૂ સત્ય છે ? ખબર નહિ... હું કોઈ બહુ અનુભવી નથી કે કોઈ બહુ મોટો વિચારક કે લેખક નથી. પરંતુ મારા અંતર મન માં આ પ્રશ્ન વારંવાર ઉઠે છે કે આકર્ષણ નો સિદ્ધાંત કેવી રીતે કાર્ય કરે છે?
કોઈ વ્યક્તિ વારંવાર જે વસ્તુ, ઘટના કે પદ નું ચિંતન કરે છે તેને પોતાની તરફ આકર્ષિત કરે છે... સકારાત્મક ભાવ અને મનોદશા સાથે વારંવાર જે વસ્તુ ને ચાહો તે ચોક્કસ મળે છે એમ આ બહેન નું કહેવું છે.

મને ઘણી વાર પ્રશ્ન થાય કે અત્યંત ગરીબી માં જીવતા લોકો શું પોતાના માટે તેવું જીવન ને આકર્ષિત કરવા માટે સતત તેવા જીવન નું ચિંતન કરતા હશે? નહી ને.....
વિશ્વમાં કોઈ વ્યક્તિ દુખ કે ગરીબી કે લાચારી ઈચ્છતી નથી.... તો શું ત્યાં આકર્ષણ નાં સિદ્ધાંત નો કોઈ અપવાદ હાજર છે?
કદાચ તેમની એ વસ્તુ માટે ની ઈચ્છા ની તીવ્રતા કદાચ ઓછી હશે ?
પણ દુખ ને વારંવાર ઈચ્છી અને આકર્ષિત તો નહી કર્યું હોય?
તેમ છતાં લોકો દુખી કેમ થાય છે? પ્રશ્ન છે....




कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें